ત્રિનેત્રધારી શિવ પરમાત્મા શિવરાત્રી (૦૪-૦૩૧૯)
4722
post-template-default,single,single-post,postid-4722,single-format-standard,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Articles

ત્રિનેત્રધારી શિવ પરમાત્મા શિવરાત્રી (૦૪-૦૩૧૯)

13 Mar 2019, Articles, Others

શિવરાત્રી (૦૪-૦૩-૧૯)

ત્રિનેત્રધારી શિવ પરમાત્મા

શિવ પરમાત્માના વાહલા બાળકો,

શિવરાત્રીના પાવન પ્રસંગે આપ સર્વે આત્મીયજનો શિવમય બની રહો. શિવતત્વને જીવનમાં આત્મસાત કરી જીવનને કલ્યાણકારી બનાવીએ.

આપણા આરાધ્ય દેવોના સાકાર સ્વરૂપો, આયુધો, અલંકારો, વાહનો તેમજ વ્યક્તિત્વમાંથી આપણને કાંઇક ને કંઇક જીવનમાં આપનાવવા જેવી શીખ હોય છે.

શિવ પરમાત્મા ત્રિનેત્રધારી કહેવાય છે. આ ત્રિનેત્રનું રહસ્ય શું છે?

૧. શિવજીની એક આંખમાં સૂર્યતત્વ છે.
આ સૂર્યતત્વ દ્વારા સૂર્યના ગુણો અને  ઐશ્વર્યની શીખ સમાયેલી છે.
સૂર્યનું શિસ્તપાલન, નિયમિતતા, કર્મપ્રધાનતાની સાથે કર્મયોગ જીવનસૃષ્ટિમાં આનંદ, ઉત્સાહ અને
પ્રશન્નતા ભરી દે છે. જડ ચેતન સૃષ્ટિમાં નવસર્જન,વિસર્જન અને વિકાસની ગતિનું સંચાલન થયા કરે છે.

૨. શિવજીની બીજી આંખમાં ચંદ્રતત્વ છે.
આ ચંદ્રતત્વ દ્વારા જડ ચેતન સૃષ્ટિમાં શીતળતા, આહલાદક્તા પ્રસન્નતા પ્રસરાવે છે. ચંદ્રની વધતી
ઘટતી કળાને સહજભાવે અપનાવવાની અને સમતાભાવ રાખવાની શીખ છે. પૂર્ણ કળાથી શોભતા ચંદ્રમાં
શીતળતા અને નમ્રતાનો ભાવ છે. ચંદ્ર કર્મ પ્રધાન, કર્મયોગી છે. નિયમિતતા, શિસ્તપાલન, પોષણ
કર્તાના ગુણો વિદ્યમાન છે.

૩. શિવજીની ત્રીજી આંખ આજ્ઞાચક્રમાં સુક્ષ્મરૂપે રહેલી છે. ભાલ પ્રદેશમાં બે ભ્રુકુટિની મધ્યમાં એનું સ્થાન
છે. આ ત્રીજી આંખ સાત્વિક જ્ઞાનનું પ્રતિક છે. વિવેકની જાગૃતિ અને વિકાસ વૃધ્ધિ સાત્વિક જ્ઞાન દ્વારાજ
શક્ય બંને છે. ઉપાસના, મંત્રજાપ, ધ્યાન, સત્સંગ, સ્વાધ્યાય, જપ, તપ દ્વારા તેને સમજી શકાય છે,
કાર્યાન્વિત કરી શકાય છે.

આપણી પાસે પણ પરમાત્માએ ત્રણ આંખો આપેલી જ છે. મુખારવિંદ પર શોભતા બે ચક્ષુ અને આજ્ઞાચક્રમાં રહેલી જ્ઞાન-વિવેકની આંખ.

શિસ્તપાલન, નિયમિતતા, કર્મયોગ, શીતળતા, પ્રશન્નતાના ગુણો આત્મસાત કરીએ. જીવનની વિષમતા રૂપી વિષને પચાવી લઈએ. સ્વ અને સમષ્ટિના શ્રેય માટે પ્રેમનો પ્રકાશ પાથરીએ. જ્ઞાન ચક્ષુને ધ્યાન, જપ, તપ, પ્રાર્થના દ્વારા કાર્યાન્વિત કરીએ. જીવન વ્યવહારમાં વિવેકનો વિકાસ કરીએ,

સકારત્મકતા દાખવીએ. આપણા અને અન્યના જીવનમાં શાંતિનો, સ³દયતાનો શીતળ પ્રકાશ પાથરીએ.

આપ સર્વે શિવતત્વને આત્મસાત કરી જીવનને ધન્ય બનાવો.

નમઃ શિવાય

 

ૐ મા ૐ