જીવન શુદ્ધિ
6178
post-template-default,single,single-post,postid-6178,single-format-standard,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Rajwani

જીવન શુદ્ધિ

10 Sep 2021,

અંક 219

સપ્ટેમ્બર 2021

 

જીવન શુદ્ધિ, શરીર શુદ્ધિ, મન શુદ્ધિ વિગેરે અનેક શુદ્ધિનો આધાર વિચાર શુદ્ધિ છે. ઉચ્ચ વિચાર વિકાસ કરે છે અને નિમ્ન વિચાર વિનાશ નોતરે છે, વ્યક્તિને તારે છે અને મારે પણ છે.

શરીર શુદ્ધિ માટે સાબુની જરૂર છે. તેમ મનની શુદ્ધિ માટે ધ્યાન, પ્રાર્થના, ઉપાસના અને વિચાર શુદ્ધિ માટે સત્સંગ, સ્વાધ્યાય જરૂરી છે.

એક સંસ્કૃત સુભાષિત:

પ્રચંહુ પ્રત્યવૈક્ષેત નરશ્ચરિત મા મન: |

કિંતુ મે પશુંભિંસ્તુલ્યમ કિં નુ સત્પુરૂષેયરિતિ ||

આ સુભાષિત આપણને સલાહ આપે છે કે આપણે આપણા વ્યવહારમા  કેટલે અંશે પશુ જેવા છે અને કેટલે અંશે સત્પુરુષ જેવા છે તેની ચીવટ રાખવી જોઈએ. જે વ્યક્તિ પોતાના જ સુખનો વિચાર કરે છે, Self-centred  છે તે પશુ સમાન છે. સત્પુરુષ વ્યક્તિ પોતાની તકલીફને નજરઅંદાજ  કરી અન્યના સુખનો વિચાર કરી મદદ કરે છે તે પરોપકારી સજ્જન વ્યક્તિત્વ ધરાવે છે.

આત્મ જાગૃતિ જ જીવનશુદ્ધિનું પ્રથમ સોપાન છે. જીવન શુદ્ધિ કરવા માટે નિશ્ચય, દૃઢ સંકલ્પ જરૂરી છે.રાજગીતાના  અઢાર તત્વો જીવન શુદ્ધિના અમૃત પ્યાલા છે. રાજગીતાના આ  અઢાર તત્વોને આત્મસાત કરવાથી જીવન શુદ્ધ, પવિત્ર બને છે અને જીવ શિવમય બની જાય છે. આત્મા પરમાત્મામય બની જાય છે.

જીવન શુદ્ધિનું મહાન સૂત્ર છે કે  સેવાનું નાનું કાર્ય શરુ કરો. સંકલ્પ શુદ્ધ હશે તો વામનમાંથી વિરાટ બની જશો.

મા

– રાજયોગી નરેન્દ્રજી