જીવન યાત્રા
5995
post-template-default,single,single-post,postid-5995,single-format-standard,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Rajwani

જીવન યાત્રા

21 Feb 2021,

અંક ૧૬

ઓક્ટોબર૨૦૦૪

જન્મથી મૃત્યુ પર્યંતની આપણી જીવનયાત્રા બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક આપણી સંસારની યાત્રા અને બીજી આપણી અંતરની યાત્રા. સંસારની યાત્રા આપણને માયાના મહાસાગરમાં સહેલ કરાવે છે. અંતરની યાત્રા આપણને આધ્યાત્મિકતા તરફ ગતિ કરાવી આત્મામાં જ પરમાત્માના દર્શનની અનુભૂતિ કરાવે છે.

અર્વાચીન યુગમાં તટસ્થપણે આપણે વિચારીએ તો મોટાભાગના માણસોની જીવનયાત્રા સંસારમાં જ પૂર્ણ થઈ જાય છે. માણસની સઘળી શક્તિ, અને સામર્થ્ય માયામાં જ ખર્ચાઈ જાય છે. અંતરની યાત્રા માટે અંતર્મુખ થવાનો તેના પાસે સમય જ હોતો નથી, સમજણ પણ હોતી નથી. સંસારની યાત્રામાં કદાચ માર્ગદર્શક ન હોય તો પણ ચાલે, પરંતુ અંતરની યાત્રા માટે સાચા માર્ગદર્શક સંત, સદગુરૂનું માર્ગદર્શન અતિ આવશ્યક છે.

વિવેકની જાગૃતિ વગરની સંસારની યાત્રામાં વિષાદ, ગ્લાનિ, ચિંતા, દુઃખ અને રાગદ્વેષના કંટકો મનમાં ભોંકાયા જ કરે છે, મનને અશાંત કરી મૂકે છે. અશાંત મન રોગ અને ભોગનું આશ્રયસ્થાન બની જાય છે. જન્મ જન્માંતરના ચક્રમાં અટવાવું પડે છે.

અંતરની યાત્રા કરવા માટે પરમાત્માની ભાવપૂર્વકની પ્રાર્થના કરી કૃપા પ્રસાદીની યાચના કરવી. દરરોજ નિયમિત સમયે અને સ્થળે શાંત ચિત્તે અંતરાત્મા સાથે વાતો કરવાનો નિયમ બનાવવો. બાળભાવે, નિખાલસતાથી, આત્મીયતાથી અંતરમાં બિરાજિત પરમાત્મા સાથે વાતો કરો. માર્ગદર્શન મેળવો, પ્રેરણા મેળવો, પ્રાર્થના કરો. દરરોજનો આ નિયમ બનાવો. શક્ય હોય તો સવારે પથારીમાંથી ઉઠતાની સાથે જ અથવા રાતે પથારીમાં સૂતા પહેલાં પાંચ કે દસ મિનિટ ઓછામાં ઓછી અંતરની યાત્રાનો સમય ફાળવો. આમ કરવાથી આપણે આપણી જાતને તટસ્થપણે ઓળખવાનો પ્રયત્ન કરી શકીશું. આપણી જાતને સુધારવાની, આપણી શક્તિઓને વિકસાવવાની, આપણી ક્ષમતાને પિછાનવાની સુંદર તક, સમજ આપણને પ્રાપ્ત થશે. જીવન યાત્રા સફળ થશે.

પોતાની જાતને સુધારવાનો ઉત્સાહ જ્યારે માણસમાં જાગે છે ત્યારે તેનામાં શક્તિનો આવિર્ભાવ થાય છે. આત્મવિકાસની વેલ પાંગરવા લાગે છે. વિવેકથી તટસ્થ ભાવે સંસારની સમસ્યાઓને સુલઝાવવાની શક્તિ અને ક્ષમતા અંદરથી જ પ્રગટે છે.

મા

– રાજયોગી નરેન્દ્રજી