જીવનમાં દિવ્યતા પ્રગટાવીએ
6051
post-template-default,single,single-post,postid-6051,single-format-standard,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Rajwani

જીવનમાં દિવ્યતા પ્રગટાવીએ

09 May 2021,

અંક 215

મે 2021

 

આપણે જીવનને જીવન જેવું બનાવવું હોય તો આપણા વ્યક્તિત્વને વિકૃત કરનારા પરિબળોને, દુર્ગુણોને, દુર્વૃત્તિઓને છોડવી જ પડે. જીવનમાં સુખ અને સફળતા જોઈતી હોય, વિકાસ કરવો હોય તો તમસ રૂપી આળસ, નિરુત્સાહ ને ટાળવા જોઈએ.

 

આપણે ઘેટાં જેવા ગાડરિયા પ્રવાહમાં તણાવવા માટે સર્જાયા નથી. સિંહ જેવા પોતાની કેડી કંડારનારા બનવાનું છે.

 

જીવનમાં સંઘર્ષ જ આપણી અંદર રહેલું સત્વ, શક્તિ, તેજ બહાર લાવે છે, ચમકાવે છે. સંઘર્ષ જ જીવનનો મહા નિયમ છે. સંઘર્ષથી જ જીવનના વિકાસનો માર્ગ મોકળો થાય છે.

 

આપણે જીવનમાં સામાન્ય બનીને જીવવાનો કોઈ જ અર્થ નથી. ક્ષુદ્રતાના વિચારોને ફંગોળીને અસામાન્ય, ઉપયોગી, તેજસ્વી જીવન જીવવાનો પુરુષાર્થ કરવાનો છે. જવાબદારી ભર્યું જીવન જીવવાનું છે.

 

આપણી જવાબદારી, આપણી જાત માટે, પરિવાર માટે, સમાજ માટે, જગત માટે અને પરમાત્મા પ્રત્યે છે. ઉચ્ચ, ઉમદા, ઉપયોગી જીવન જીવવા માટે ઉચ્ચ અને ઉમદા આદર્શોની જરૂર છે.

 

કયા આદર્શો જીવનમાં અપનાવવાથી જીવન મુલ્યવાન બને? 

 

મૌનથી મનમાં સ્થિરતા આવે છે. સર્જનાત્મકતાના વિચારો ની હારમાળા સર્જાય છે.

 

નિશ્ચયાત્મકતા એ બીજો આદર્શ છે.

 

પુરુષાર્થનો ગુણ સંઘર્ષનો ભાર હળવો કરે છે. આપણી અંદર રહેલી દિવ્યતાને પ્રગટાવવાની છે. જે સંઘર્ષોને હળવા કરી જીવનમાં આનંદ પ્રગટાવે છે.

 

ૐ મા ૐ 

– રાજયોગી નરેન્દ્રજી