જીવનનૌકાને હંમેશા ગતિશીલ રાખીએ.
3949
post-template-default,single,single-post,postid-3949,single-format-standard,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Rajwani

જીવનનૌકાને હંમેશા ગતિશીલ રાખીએ.

06 Feb 2017, Rajwani

અંક ૧૬૪

સંસાર સાગરમાં આપણી જીવનનૌકાને હંમેશા ગતિશીલ રાખવાની છે અને નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચાડવાની છે, એવા દ્રઢ સંકલ્પ સાથે  લક્ષ્ય નક્કી કરીને વિકાસ કરવાનો છે. આપણી પાસે જે કાંઈ હાથવગી સાધન સામગ્રી હોય, બુદ્ધિ શક્તિ હોય તેનો ઉપયોગ કરવાનો છે.

આપણી તન,મન ધનની અને અન્ય ભૌતિક સંપત્તિની સાથે સાથે પરમાત્માએ આપણને ઘણી બધી સુક્ષ્મ સંપત્તિ આપી છે.

૧. વિચાર શક્તિ
૨. કલ્પના શક્તિ
૩. સંકલ્પ શક્તિ
૪. બુદ્ધિ શક્તિ
૫. પુરુષાર્થ શક્તિ
૬. સમયની શક્તિ
૭. વિવેક શક્તિ
આ બધી સુક્ષ્મ સંપત્તિ સ્વરૂપ શક્તિને કાર્યાન્વિત કરવાની છે, ઉર્ધ્વગામી બનાવવાની છે, ગતિશીલ રાખવાની છે. આપણો પુરુષાર્થ અને પરમની પ્રેરણાના સહારે જ આપણે વિકાસ કરવાનો છે.
સ્વાવલંબન વગર વિકાસની કેડી કંડારી શકાતી નથી. બીજાની બુદ્ધિ,શક્તિ,સાધનો ઉપર આધાર રાખવાને બદલે તેમાંથી પ્રેરણા,માર્ગદર્શન મેળવી શકાય. આપણામાં સર્જક શક્તિ છે તેનો ઉપયોગ કરતા રહેવાનું છે.
જીવન વિકાસ માટે સમય અને શિસ્તનું મૂલ્ય સમજવું જરૂરી છે. સફળતા મેળવવા માટે જીવનનૌકાને હંમેશા ગતીશીલ જ  રાખવાની છે. ન્યુટ્રલમાં રાખેલી ગાડી ગતિ પકડી શકતી નથી. એક્સેલેટર આપવાથી ઇંધણ (પેટ્રોલ) બળશે, ધુમાડા નીકળશે, પરંતુ ગતિ પકડવા માટે તો ગાડીને ગીયરમાં નાખવી જ પડે.
અમુક માણસો પોતાના જીવનને ન્યુટ્રલમાં રાખે છે. ઘાણીના બળદની જેમ ગોળ ગોળ એકજ કેડી પર ચાલ્યા કરે છે. વિકાસનો રસ્તો તેમને સૂઝતો જ નથી. ઘરેડીયું જવન જીવવામાં જ જિંદગી પસાર થઇ જાય છે.
જીવનનૌકાના ખેવૈયા પરમાત્માને બનાવીએ અને પરમની પ્રેરણા કૃપાશીષ અને આપણા સંનિષ્ઠ પુરુષાર્થથી સંસાર સાગરને પાર કરી  શકાશે. આપણી વિવિધ શક્તિઓને પરમની પ્રેરણા સંજીવનીથી પુષ્ટ કરી વિકાસ કરતા રહેવાનું છે. લક્ષ્યને હાંસલ કરતા રહેવાનું છે.

 

ૐ મા ૐ

રાજયોગી નરેન્દ્રજી