જીવનને દીવાદાંડી બનાવીએ
4773
post-template-default,single,single-post,postid-4773,single-format-standard,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Articles

જીવનને દીવાદાંડી બનાવીએ

23 Apr 2019, Articles, Others

હે યુવાન,

આજના યુવા વર્ગમાં સર્વત્ર એક પ્રકાર નો ઝેરી તાવ પ્રસરી રહો છે. ઝેરી તાવના નિયંત્રણ અને નિકંદન માટે તેને ઓસડીયા પીવડાવવા પડશે.

ઝેરી તાવ મૂળમાં છે, યાંત્રિક સાધનોનો બેહ્કાવ અને દુરપયોગ , ટેલિવીઝનની ચેનલોના અશ્લિલ દ્રુશ્યો યુવા માનસને બેહકાવી દિશા શૂન્ય બનાવી રહાં છે. કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ પર અવિવેક પૂર્વકનો ઉપયોગ યુવાનોના વ્યક્તિત્વને ગેર માર્ગે દોરી જાય છે. ઘસડી  જાય છે. ચલ ચિત્રો અને વિવિધ કોમર્શીયલ જાહેરાતોથી યુવાન લલચાઈ જાય છે. લપસી પડે છે. વહાલા યુવાનો, જો આપની આવી રીતે રસમ ચાલતી રેહશે તો પછી આપના જીવનનું, કુટુંબનું, સમાજનું કે રાષ્ટ્રનું ભાવિ શું?

મારા ઓસડિયાં રૂપી સૂચનો આપને શરૂઆતમાં કદાચ કડવા લાગશે પરંતુ એક વખત આપના સમાજ અને રાષ્ટ્રના હિત ખાતર અપનાવી લેજો, ગટગટાવી જજો. તેનો આ સ્વાદ આપનું માનસિક સ્વાસ્થ્ય જરૂર સુધારશે  જ. મારા સૂચનોને આપના હૃદયના અરીસામાં મઢી લેજો. આપનું વ્યક્તિત્વ પ્રેરણા પ્રદ બની રેહશે.

ઓસડિયાં રૂપ મારા સૂચનો :-

(૧)  યુવાને વિદ્યાર્થી તરીકે પોતાનો વિદ્યાભ્યાસ પોતાની આગવી સૂઝ, સમજ, પ્રમાણે  નિષ્ઠાપૂર્વક  પૂર્ણ કરવો. ઉચ્ચ શ્રેણીના આગ્રહી બનવા શિસ્ત અને સંયમનો આગ્રહી બનજે.

(૨) વડીલો, આપ્તજનોના સલાહ સૂચનોનો આદર કરજે અને અપનાવવા પ્રયત્ન કરજે.

(૩) હંમેશા સત્યનો પ્રેમી બનજે, સાચું બોલજે અને નીતિના માર્ગે ચાલજે.

(૪) ધર્મના માર્ગને ક્યારેય ભૂલીશ નહિ. સદ્દગ્રંથોનું વાંચન અને મનન જીવનમાં પ્રેરણા પ્રકાશ અને પંથ દર્શન પૂરું પાડશે.

(૫) કુટુંબ અને વડીલોની વંશાવલીમાં ચમકતો સિતારો બની રહે તેવા ઉત્તમ કાર્યો હંમેશા કરતો રહેજે.

(૬) સંસારી જીવનમાં ક્યારેય પ્રમાદને પ્રવેશવા દઈશ નહિ . આકર્ષણ કે પ્રલોભનોમાં ફસાઈ ન જવાય તેમાટે સદાય સાવધ અને જાગ્રત રહેજે.

(૭) વિવેક અને હોશિયારીથી દરેક કામ કરજે અને નિર્ણય લેજે.

(૮) મક્કમતાથી ન્યાય અને નીતિના માર્ગે આગળ વધજે.

(૯) પુરુષાર્થથી સાત્વિક સંપતિ સંપાદન કરવાનો આગ્રહી બનજે.

(૧૦) ધન વૈભવના મદમાં માનવતા વિસરાઈ ન જાય. દુષણો, વિલાસિતા, સ્વાર્થ અને ખરાબ સોબતથી સાવધ રહેજે.

(૧૧) સંસારની માયાજાળમાં અટવાઈ જઈને તારા જીવન વિકાસના બારણાં બિડાઈ ન જાય. નહિતર સમૃધ્ધિ હોવા છતા જીવન જડ અને કંગાલ બની જશે.

(૧૨) બુધ્ધિના અને જ્ઞાનના વિકાસ માટે પ્રેરણાદાયી મહાપુરુષોના ગ્રંથોનું વાંચન સજ્જનોનો સંગ અને સત્સંગ કરવો જરૂરી છે.

(૧૩) વિવેક, વિનય ને નમ્રતાથી જીવનને શણગારજે.

મારા પ્યારા યુવાનો આપ આટલું જ જીવનમાં અપનાવશો અને આચરણમાં મુકશો તો તમારું જીવન એક દીવાદાંડી જેવું બની રહેશે.

મારા આપ સર્વને આશીર્વાદ છે.

 માં