ઘર્મ
6009
post-template-default,single,single-post,postid-6009,single-format-standard,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Rajwani

ઘર્મ

07 Mar 2021,

અંક 213

માર્ચ 2021

 

ધર્મ એટલે શું?

 

ધર્મ એક ઉમદા જીવન શૈલી છે; જેમાં પ્રેમ, સદાચરણ, કર્તવ્ય, નિષ્ઠ।, સદભાવ, સહજ સ્નેહ, પરોપકાર, સમર્પણ, કરુણા, સંવેદના વિગેરે સકારાત્મકતાથી જ જીવનને શણગારી શકાય.

જો આપણે સાચા અર્થમાં ધાર્મિક બનવું હોયતો આપણે ત્રણ બાબતોમાં વફાદાર રહેવું જોઈએ.

  1. ધર્મને – સદાચરણને, સાત્વિકતાને જીવનમાં અપનાવીએ.
  2. પોતાની શ્રદ્ધાને – જીવનના મૂલ્યો – સિદ્ધાંતો પ્રત્યે શ્રદ્ધા.
  3. સંત, સદગુરુ, સજ્જન વ્યક્તિ કે જેમના જીવનમાં બાહ્યઆડંબર વગર ધર્મના સિદ્ધાંતોનું સહજ રૂપે આચરણ થતું હોય, તેમના પ્રત્યે આદરભાવ કેળવવો જોઈએ.

ધર્માચરણ દ્વારા આપણે જે પરમતત્વનો સાક્ષાત્કાર કરવા પુરુષાર્થ કરીએ છીએ એ તત્વ તો આપણી ભીતર જ છે. આપણે આપણી જાત પ્રત્યે વફાદાર રહેવાની જ જરૂર છે. સાચા અર્થમાં ધાર્મિક બનવાની અને ધર્મના મૂલ્યોને સમજવાની અને અપનાવવાની જ જરૂર છે.

 

ૐ મા ૐ 

– રાજયોગી નરેન્દ્રજી