ઉત્સાહ જ જીવનની રોશની છે
6138
post-template-default,single,single-post,postid-6138,single-format-standard,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Rajwani

ઉત્સાહ જ જીવનની રોશની છે

07 Aug 2021,

અંક ૨૭

સપ્ટેમ્બર૨૦૦૫

ધંધામાં નિષ્ફળતા મળે, નુકશાન થાય, સ્વજનનું મૃત્યુ થાય, કુટુંબમાં કલેશ થાય કે પરીક્ષામાં નાપાસ થવાય ત્યારે વ્યક્તિના જીવનમાંથી ઉત્સાહ ઓસરી જાય છે અને નિરાશાની કાલિમા છવાઈ જાય છે. નિરાશાવાદી વિચાર અને વાતાવરણ માણસના મનને લકવાગ્રસ્ત કરી નાખે છે. માણસનું વ્યક્તિત્વ વિલાઈ જાય છે. જીવનનો રસ સુકાઈ જાય છે. માણસ આત્મહત્યાનો આશરો લેવા પ્રેરાય છે. નિરાશાવાદી વિચાર માણસને પાપની ગર્તામાં ધકેલે છે.

નિરાશાવાદી વિચારધારામાંથી બચવું હોય તો સંત સમાગમ, સત્સંગ કરો, પરમાત્માના શરણમાં જાવ. પરમાત્માને પ્રાર્થના કરો – કે “હે પરમાત્મા, મારામાં ઉત્સાહ જગાવો. મારામાં આનંદ જગાવો”, અંતરના ઊંડાણમાંથી થયેલી પ્રાર્થના પરમાત્મા અવશ્ય સાંભળે છે. તમારામાં ઉત્સાહ અને આશાવાદી, ઉમદા વિચારો ઉમટવા લાગશે.

દરરોજ સવારે પથારીમાંથી પગ જમીન પર મુકતાં પહેલાં પરમાત્માને પ્રાર્થના કરવાનો નિયમ બનાવો. પ્રભુ ને કહો કે, “હે પ્રભુ, મારો આજનો દિવસ આનંદનો, ઉલ્લાસનો, પ્રેમનો, પ્રેરણાનો પાવન દિવસ બની રહો.” જીવનની ચેતનાને મહોરવા માટે પ્રાર્થના જ ઉત્તમ ઉપાય છે.

તમારે જો સુંદર રીતે જીવવું હોય તો દિવસની શરૂઆત આનંદથી કરો. જીવનમાં કંઈક પણ સિધ્ધ કરવા માગતા હો તો જીવનને આનંદથી, ઉત્સાહથી ભરી દો. નિરાશાવાદી, ખંડનાત્મક કે ચીલાચાલુ ચિંતનને મનમાં પ્રવેશ ન આપો. તમારું હકારાત્મક ચિંતન, હકારાત્મક અભિગમ તમારા જીવનમાં, વિચારોમાં આમૂલ પરિવર્તન લાવશે જ. હું તો કહું છું કે,

Be Bright        –       તેજસ્વી બનો

Be Right         –       સાચા બનો

સત્યને અનુસરો, નિરાશાનના વાદળને વિખેરી નાખો, તમારી અંદર છૂપાયેલી ભવ્યતાને પ્રગટાવા દો. તમારી અંદર છૂપાયેલા ઉત્સાહના ધોધને વહેવા દો. તમારા જીવનને નવપલ્લવિત થવા દો. તમારો ઉત્સાહ તમારા જીવનની સાથે સાથે અન્યના જીવનને પણ ઉજાળશે, અજવાળશે, ઉત્સાહિત કરશે. ઉત્સાહ જ જીવન છે, જીવનની રોશની છે. ઉત્સાહથી જ જીવનમાં સુખના સાથિયા પૂરી શકાય છે.

મા

– રાજયોગી નરેન્દ્રજી