આધ્યાત્મિક દિવાદાંડી
6122
post-template-default,single,single-post,postid-6122,single-format-standard,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Gurupurnima

આધ્યાત્મિક દિવાદાંડી

01 Aug 2021,

ગુરુપૂર્ણિમા 

તા. 23-07-21

શુક્રવાર

વ્હલા આત્મીયજનો,

આજે ગુરુપૂર્ણિમાના પાવન પર્વે આપ સર્વેની પ્રેમસભર હૃદય વંદનાને હું પ્રેમથી સ્વીકારું છું. પિસ્તાલીસ વર્ષથી માતાજીએ મારા માધ્યમ દ્વારા માનવતાના અમૃતસાગરમાં આધ્યાત્મિક દીવાદાંડીનું પ્રાગટ્ય કર્યું છે. આ દીવાદાંડીનો પ્રકાશ દરેક જરૂરતમંદ વ્યક્તિની જીવનયાત્રાને સરળ,સહજ,સફળ બનાવે તેવો મારો પ્રયત્ન રહ્યો છે.

આપ સર્વે ભાવિકોનો સાથ, સહકાર અને પુરુષાર્થથી રાહ ભૂલેલા જીવનયાત્રીને ગંતવ્ય સ્થાન પર પહોંચાડવામાં મદદરૂપ થઈ પડશે.

ઉપનિષદમાં એક વિધાન છે કે, ” તમે એવું જાણો કે જે જાણવાથી બધું જ જાણી શકાય”. પરમાત્મા કહે છે કે :

” તમારી જાતનો ઉધ્ધાર કરવાની સાથે તમારે બીજાને પણ મદદ કરવાની છે.”

આજના પાવન પર્વે મારી અંતરની ઈચ્છા છે કે, મારા ચાહકો, ભાવિકો, બાળકો માનવતાની મશાલને માનવતાના મહાસાગરમાં દીવાદાંડી બનાવી દે. સંસાર સાગરમાં અટવાયેલા, રાહભૂલેલા, હતાશ, નિરાશ થયેલા પથિકનો પંથ ઉજાળે, માર્ગદર્શન કરે,ગંતવ્ય સ્થાને પહોંચાડે.

પિસ્તાલીસ વર્ષના સહવાસ, સત્સંગ, સ્વાધ્યાય અને સંસ્પર્શથી આધ્યાત્મિક વિકાસ કરવા, પ્રગતિ કરવા ઇચ્છતા બાળકો,  આપના  ગુરૂતત્ત્વે વિકાસની ગતિ પકડી જ હશે. શિવ જીવના મિલનની ક્ષિતિજો ખુલી હશે. હૃદય સિંહાસન પર વિરાજીત પરમાત્માના દર્શન કરવા, માર્ગદર્શન મેળવવા, અંતર્યાત્રા કરવા સજ્જ થવું પડશે, ક્ષમતા કેળવવી પડશે.

અંતરાત્મામાં વિલસી રહેલા પરમાત્માનો સંદેશ છે કે :

  1. જ્ઞાન, ભક્તિ અને કર્મ આપણા જીવનના ત્રણ પાયા છે. જેના ઉપર આપણી આધ્યાત્મિક ઇમારત ચણી શકાય.
  2. હું તમને માર્ગદર્શન આપતો રહીશ. ધીરજ અને શ્રદ્ધા રાખજો,નિષ્કામ કર્મ કરજો, શરણાગત બનજો, પ્રાર્થના કરતા રહેજો.
  3. તમારો ઉદ્ધાર કરવાની સાથે તમારે બીજાને પણ મદદ તન, મન,  ધનથી કરવાની છે.
  4. હતાશ થયેલા, હારિ ગયેલા સાથીને હિમ્મત આપો, પ્રેમ આપો, મધુર સ્મિત સાથે તેને સહાય કરો.
  5. યાદ રાખો આપવાથી અનેક ગણું મળશે. પાત્ર છલકાઈ જશે.
  6. પ્રાર્થના, નામ સ્મરણની શક્તિથી પ્રકાશ પથરાશે, રસ્તો રાજમાર્ગ બની જશે.
  7. શ્રદ્ધા, પરમનું શરણ, નિઃસ્વાર્થ સેવા અને નામ સ્મરણથી પરમના પ્યારા બની રહેવાશે.

 

રાજગીતાના અઢાર તત્વોને જીવનમાં આત્મસાત કરતા રહેજો.

શિવજીવ મિલનની ક્ષિતિજે  પરમનો પ્રકાશ પથરાશે.

મારા આપ સર્વેને આશીર્વાદ છે.

 

ૐ મા ૐ 

– રાજયોગી નરેન્દ્રજી