આત્મસંયમ
6105
post-template-default,single,single-post,postid-6105,single-format-standard,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Rajwani

આત્મસંયમ

09 Jul 2021,

અંક 217

જુલાઈ 21

 

યંત્ર યુગમાં મનુષ્યનું મન બહુજ વિચલિત થતું જાય છે. ઈચ્છા, ઐષણાઓના બહેકાવમાં વહેતા મનમાં દુષણો, દુર્ગુણો, દુર્વૃત્તિઓનો પ્રવેશ થતો જાય છે. ધીમે ધીમે મન સાથે સમગ્ર જીવન અસંયમિત, અસ્થિર થતું જાય છે. આવા અસંયમિત જીવનને આત્માના નિયંત્રણમાં કેવી રીતે લાવવું?

આપણા વાણી, વર્તન, વ્યવહારને વિવેકના વહેણમાં વહાવીએ, સંયમના સાગરમાં સ્નાન કરાવીએ પછી જ શીતળ, પવિત્ર આત્મસંયમના સ્વામી બની શકાય.

આત્મસંયમ કેળવવા માટે રાજગીતાનો આશરો લેજો. રાજગીતાના અઢાર તત્વોને આત્મસાત કરવાથી આત્મસંયમના અધિકારી બની શકાશે. વળી, સ્વામી વિવેકાનંદજીનું અમૂલ્ય માર્ગદર્શન માનવજીવનની તાસીર બદલી નાખશે.

સ્વામી વિવેકાનંદજી આત્મસંયમ કેળવવા માટે જણાવે છે કે,

  1. તમારી પાસે કોઈ વાદવિવાદ કરવા આવે તો દૂર ખસી જવું.
  2. દરેક વ્યક્તિ પ્રકાર અને પ્રવૃત્તિમાં ભિન્નતા હોય તો પણ સમતા દર્શાવો.
  3. બાળસહજ નિર્દોષતા, સરળતા ધારણ કરવી.
  4. અહંકારી વિચારોને તિલાંજલિ આપો.
  5. નિરર્થક તકરાર મહા પાપ છે.
  6. સાંપ્રદાયિક ભાવનાઓને તિલાંજલિ આપો.
  7. પરમાત્મા સાથે સતત જોડાયેલા રહેવાથી આત્મસંયમનો પ્રકાશ સમગ્ર જીવનમાં વ્યાપી રહેશે.

ૐ મા ૐ

– રાજયોગી નરેન્દ્રજી