આત્મજ્ઞાન એ પરમાત્મા વિષેનું જ્ઞાન છે.
3904
post-template-default,single,single-post,postid-3904,single-format-standard,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Rajwani

આત્મજ્ઞાન એ પરમાત્મા વિષેનું જ્ઞાન છે.

01 Aug 2016, Rajwani

અંક ૧૫૮

આપણી ભીતર એક કેન્દ્રબિંદુ આત્મતત્વ સ્વરૂપે વિદ્યમાન છે. આ આત્મતત્વ એ જ પરમાત્માનું સત્યમ્ શિવમ્ સુંદરમ્ સ્વરૂપ.

આપણા અંતરાત્માના માધ્યમથી જ પરમાત્મા આપણને પ્રેરણા પ્રદાન કરે છે. માર્ગદર્શન આપે છે અને કયારેક બોલે પણ છે.
આપણા અંતરાત્માના માધ્યમને  કાર્યાન્વિત કરવા આપણે શું કરવું જોઇએ? પરમાત્માની પ્રેરણા માર્ગદર્શન તો આપણે મેળવવાં જ છે.
જરૂર  છે આપણે માયાના આવરણથી થોડા અલિપ્ત રહીએ. આપણે બાળસહજ નિર્મળતા,સરળતા, અપનાવવી પડે, આપણે આપણી જાત સાથે પ્રમાણિક, નિષ્ઠાવાન બનવાનું છે. આપણે આપણા વિચારોને, બુધ્ધિને, સંકલ્પોને ઉર્ધ્વગામી બનાવી, આધ્યાત્મિકતાથી વિભૂષિત કરવાના છે. આપણા વિવેકને સદાય જાગૃત રાખવાનો છે. મનના વલણને સદાય સકારાત્મક બનાવવાનું છે.

બાળસહજ રીતે જયારે આપણને પરમશકિતની અનુભૂતિ થાય છે ત્યારે જ જીવનના અપ્રગટ રહસ્યો, સત્યો કળાઓ, જ્ઞાનબીજો ખુલવા લાગે છે, પ્રગટ થવા લાગે છે.

પરમની પ્રેરણાને, અવાજને આપણે અનુસરીશું તો આપણી અંદર રહેલો અને પરમની કૃપાનો જ્ઞાનવારસો પ્રગટ થવા લાગશે. પદાર્થની ભીતર – આરપાર આપણે જોઇ શકીશું.
દા.ત. “સત્યધટના કોલમમાં સોનાની માળા અને શ્રીયંત્ર, કામવાળી બાઇના ડામચિયા ના ગાદલામાં સંતાડેલું મેં નિહાળ્યું હતું “.
પરમતત્વ સાથે આપણુ તાદાત્મ્ય કેળવાય છે ત્યારે આપણી સામે જગતના અપ્રગટ  દ્રશ્યો ખુલ્લાં થવા લાગે છે. સૃષ્ટિ સંચાલનના કાર્યોમાં, માનવતાના કાર્યોમાં આપણને જોડે છે.
આત્મજ્ઞાન એ પરમાત્મા વિષેનું જ્ઞાન છે,  જે પરમની પ્રેરણા દ્રારા જ પ્રગટ થાય છે.

રાજયોગી નરેન્દ્રજી

ૐ મા ૐ