અતિરેક સર્વત્ર વર્જ્યતે
3925
post-template-default,single,single-post,postid-3925,single-format-standard,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Rajwani

અતિરેક સર્વત્ર વર્જ્યતે

08 Sep 2016, Rajwani

અંક ૧૫૯

તન,મન અને ધનની સંપત્તિ જીવન વ્યહવાર માટે પાયાની જરૂરિયાત છે. આપણી આ સંપત્તિનું નિયંત્રણ, યોગ્ય ઉપયોગ, સમતોલપણું આપણી જીવનયાત્રાને સુખ, શાંતિ અને માંગલ્ય પ્રદાન કરે છે.
આપણી તન મનની સંપત્તિમાં અતિરેકનો ઉમેરો થાય ત્યારે નકારાત્મક પરિબળો, તેના સ્વાસ્થ્યને જોખમાવે છે. તન, મનના સ્વાસ્થ્યના નિયમોનું વિવેકયુક્ત પાલન ન થાય ત્યારે તન મનના રોગો, વિષાણુઓ, શરીરના વિવિધ અંગોમાં વિષમતા સર્જે છે. જિંદગી બોજારૂપ, રોગયુકત બનતી જાય છે. ધનસંપત્તિ હોવા છતાં ગરીબ, દુઃખી બનીને રહેવું પડે છે. – જીવન વ્યતિત કરવું પડે છે.
આવા ઓછા કે વધારે અતીરેક માંથી મુક્ત થવા અને સમતોલપણું જાળવવા શું કરવું જોઈએ?
૧) તન, મન અને આત્મા આપણા જીવનના મુખ્ય ઘટકો છે.
સાત્વિક સમતોલ આહાર, તનની સ્વસ્થતા બક્ષે છે. સકારાત્મકતા, સાત્વિક રચનાત્મક વિચારો, સત્સંગ,  વિવેક, વિનય, વિનમ્રતા, નીતિ, નિષ્ઠા, નૈતિકતા આ મનના આભૂષણો છે. જે મનને – ઇન્દ્રિયોને નિયમમાં રાખે છે. મંત્રજાપ, ઉપાસના, પ્રાર્થના, સ્વાધ્યાયથી મનને સ્વાસ્થ્યમય બનાવી શકાય છે.
આત્માનું ઓજસ, પવિત્રતા અનુભવવા માટે તન અને મનનું સ્વાસ્થ્ય જરૂરી છે. આત્માનું પરમાત્મા માટે સ્વાસ્થ્યયુક્ત શરીર અને નિર્મળ, નિર્દોષ મનની આવશ્યકતા છે.
આપણા જીવન પ્રવાહને વિવેકની મર્યાદામાં વહેવા દેઈશું તો ક્યારેય  અતિરેકના વ્યાધિનો ભોગ બની શકાશે નહિ.
ધનસંપત્તિનો વિવેકપૂર્વકનો વિનિયોગ તન, મનને સ્વસ્થ રાખે છે. આત્માને શાંતિ અર્પે છે. આપણે ધનસંપત્તિના માલિક નહિ પણ નિષ્ઠાવાન વ્યવસ્થાક બનીએ અને લક્ષ્મીનારાયણના કૃપાઆશિષના અધિકારી બનીએ.

ૐ મા ૐ

રાજયોગી નરેન્દ્રજી