અંતરાત્મા જ ઈશ્વરનો ધબકાર છે.
3939
post-template-default,single,single-post,postid-3939,single-format-standard,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Rajwani

અંતરાત્મા જ ઈશ્વરનો ધબકાર છે.

05 Dec 2016, Rajwani

આપણા સુક્ષ્મ શરીરની અંદર એક એવું કેન્દ્રબિંદુ છે જ્યાં સતત સત્યનો જ વાસ છે. પરમાત્મા-શિવતત્વ એ જ આ સત્યનું કેન્દ્રબિંદુ છે. સત્યમ, શિવમ, સુન્દરમ સ્વરૂપ છે. પરમાત્માને શોધવા-પ્રાપ્ત કરવા અંતરયાત્રાની જરૂર છે. સત્યસ્વરૂપ પરમાત્મા આપણી અંદર સતત પ્રકાશી જ રહ્યો છે. માયાના આવરણથી પરમનો આ પ્રકાશ ઢંકાઈ ગયો છે.

ચાલો આ માયાના આવરણને વિદારવાનો આપણે પ્રયત્ન કરીએ, આવરણને વિદારવાની વિધિ જાણીએ.

૧. આપણે આપણી જાત સાથે પ્રમાણિક રહેવાનું છે.
૨. આપણો અંતરાત્મા એ જ આપણા અસ્તિત્વનો જાણકાર છે, ભોમિયો છે. આપણા સુક્ષ્મ અને કારણ શરીર  ને જાણે છે.
૩. અંતરાત્મા જ સ્વયમ પ્રેરણા પ્રદાન કરે છે.
૪. અંતરાત્મા જ સ્વયમ પરમનો અવાજ છે.

જો આપણે અંતરાત્માના આવજને, પ્રેરણાને આદેશ સમજીને અનુસરીએ તો આપણી જીવનયાત્રા પરમના રાજમાર્ગ પર સરળતાથી ગતિ કરી શકે.

અંતરાત્માનો અવાજ જીવન અને જગતના રહસ્યો ખોલવાની શક્તિ ધરાવે છે

આપણે મન અને બુદ્ધિને ઉર્ધ્વગામી,સકારાત્મક,વિવેકશીલ બનાવવાની છે. આપણી બુદ્ધિને અધ્યાત્મીક્તાથી સજાવવાની છે, જેથી અંતરાત્માના પ્રકાશને, શક્તિને પ્રગટાવવામાં, માધ્યમ બની શકે. એક વખત આપણું અસ્તિત્વ અને વ્યક્તિત્વ આપણા કેન્દ્રબિંદુ સાથે જોડાઈ જાય પછી તો

આપણે પરમાત્માના સીધા સંપર્કમાં રહી શકીએ છીએ, વિશિષ્ટ અનુભૂતિઓ થવા લાગે છે. જીવનના રહસ્યો ખુલવા લાગે છે. આપણી અંદર રહેલ સુષુપ્ત જ્ઞાન, વિજ્ઞાન, કલા અંદરથી જ ઉજાગર થવા લાગે છે.

પરમની આ દિવ્ય શક્તિથી આપણે જગતના જડચેતન પદાર્થની આરપાર જોઈ શકીશું. સમસ્યાઓને સમજી અને સુલઝાવી શકીશું.
પરમાત્મા આ સંસારમાં આપણને માધ્યમ બનાવી પરમનું સાત્વિક જ્ઞાન વહેતું કરાવે છે.

ૐ મા ૐ

રાજયોગી નરેન્દ્રજી